Connect Gujarat
ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨ દિવસ અમદાવાદમાં, જન્માષ્ટમી ઉજવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨ દિવસ અમદાવાદમાં, જન્માષ્ટમી ઉજવશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદના પ્રવાસે છે. જન્માષ્ટમીના પર્વ ગૃહમંત્રી ગુજરાતમાં ઉજવશે. અમદાવાદના વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પરિવાર સાથે દર્શન કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનો આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ પણ આ પ્રવાસમાં રાજકિય સોગઠાં ગોઠવાઈ શકે છે

આ મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરે તેવી શક્યતા છે તો પીએમ મોદીના સપ્ટેમ્બરના પ્રવાસ ને લઈને પણ ચર્ચા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત 23 અને 24 જુલાઇના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગાંધીનગર ખાતે તેમણે ગુજરાતમાં E-FIR સેવા અને વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી.સાથે જ 10 હજાર બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના 80 વાહનો ગુજરાત પોલીસ અર્પણ કર્યા હતા..માણસા ખાતે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન અને મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ હતું. આ ઉપરાંત PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈ ઘરનું ઉદ્ઘાટન કર્યું હતું

Next Story
Share it