Connect Gujarat
ગુજરાત

વલસાડ : મહિલાઓ માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક, ભારતીય થલસેનામાં જોડાવા માટે ઓનલાઈન અરજી શરૂ

વલસાડ જિલ્લામાં સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુાક યુવા અને ઉત્સાજહી સશક્ત મહિલાઓ માટે ભારતીય થલસેનામાં સોલ્જઈર જનરલ ડયુટી પદ પર જોડાવા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે

વલસાડ : મહિલાઓ માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક, ભારતીય થલસેનામાં જોડાવા માટે ઓનલાઈન અરજી શરૂ
X

વલસાડ જિલ્લામાં સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુાક યુવા અને ઉત્સાજહી સશક્ત મહિલાઓ માટે ભારતીય થલસેનામાં સોલ્જઈર જનરલ ડયુટી પદ પર જોડાવા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતીમાં ઓછામાં ઓછાં ૪૫ ટકા સાથે ધોરણ-૧૦ પાસ તથા ૧૭.૧/૨થી ૨૧ વર્ષની વય મર્યાદા ધરાવતા અને ૧૫૨ સેમી ઉંચાઇ તેમજ ઉંચાઈના સમપ્રમાણમાં વજન ધરાવતી મહિલાઓ ઓનલાઈન પોર્ટલ https://joinindianarmy.nic.in પરથી તા. ૨૦/૦૭/૨૦૨૧ સુધી અરજી કરી શકશે.

જોકે, અરજી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યવતા કસોટી યોજાશે જેમાં ઉમેદવારે ૧૬૦૦ મીટર દોડ, લાંબો કુદકો તથા ઉચો કુદકો નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે. ત્યા ર બાદ યોજાનાર લેખિત કસોટીની માહિતી વેબસાઈટ પર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. એનસીસી પ્રમાણપત્ર ધરાવતા મહિલાઓને બોનસ ગુણ મળવાપાત્ર છે. આ ભરતીમાં ઓનલાઈન નિયત વેબસાઈટ પરથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છુ‍ક મહિલાઓ માટે કચેરી ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરવા માટે હેલ્પ્ડેસ્કક કાર્યરત કરવામાં આવ્યુંે છે. રોજગાર અધિકારી વલસાડ દ્વારા જિલ્લાની યુવતીઓ આ લશ્કમરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવી વિનંતિ કરવામાં આવી છે. વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, વલસાડ નગરપાલિકા સભાગૃહ, પહેલો માળ, વલસાડ, હેલ્પ લાઇન નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Next Story