વલસાડ: પેપર મિલમાં દિવાળીની રાત્રીએ લાગી ભીષણ આગ, કરોડો રૂપિયાની નુકશાની

શાહ પેપર મિલમાં કરોડો રૂપિયાના પેપરનો જથ્થો મુકેલો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો.

New Update

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી શાહ પેપર મિલમાં દિવાળીની રાત્રીએ અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. શાહ પેપર મિલમાં કરોડો રૂપિયાના પેપરનો જથ્થો મુકેલો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો.

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી શાહ પેપર મિલમાં દિવાળીની રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. શાહ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને કંપની સંચાલકોએ વાપી GIDC ફાયર ફાઈટરની ટીમને બનાવની જાણ કરી હતી. વાપી GIDC ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કરણ હજુ જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ FSLની ટીમની મદદ મેળવી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે તેમ ફાયર વિભાગના જવાનોએ જણાવ્યું હતું. મહત્વનુ છે કે, પેપર મિલમાં કરોડો રૂપિયાના પેપરનો જથ્થો મુકેલો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો.

Read the Next Article

કચ્છ :  BSF દ્વારા કુડા કેમ્પથી રાપર સુધી તિરંગા યાત્રા અંતર્ગત બાઇક રેલી યોજાઈ,દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી

New Update
  • રાપરમાંBSF દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

  • BSFની 84 બટાલીયન દ્વારા આયોજન

  • 50 કિ.મી સુધી કરાયું બાઈક રેલીનું આયોજન

  • સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજ્યુ

  • તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી,અને સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. કંપની કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવના નેતૃત્વમાં યોજાયેલી તિરંગા યાત્રા અંતર્ગત બાઈક દ્વારા 50 કિમીનું અંતર કાપીને રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રેલીનું સમાપન થયું હતું.બાઈક રેલીમાં બાલાસર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વી.એસ ઝા તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.

સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો. લોકોમાં દેશભક્તિ અને દેશ પ્રત્યેના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories