વલસાડ : ચણોદ-વાપી ખાતે રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

New Update

વલસાડ જિલ્લાના વાપીમાં રાજસ્‍થાન ભવન ચણોદ ખાતે રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજિત રક્‍તદાન શિબિરમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરે ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓને માનવીય કાર્યમાં યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Advertisment

આ અવસરે રાજ્‍ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરે ટ્રસ્‍ટની સેવાકીય ભાવનાને બિરદાવી માનવતારૂપી સેવાયજ્ઞના આયોજનની સરાહના કરી હતી. વાપીની પૂર્વ કાઉન્‍સિલર સ્‍વ. મંજુ દાયમાની ૧૪મી પુણ્‍યતિથી અવસરે તેમના પરિવાર સહિત રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજી સાચી શ્રદ્ધાંજલિ આપી છે. રક્‍તદાન એ મહાદાન છે, રક્‍તદાન સિવાય લોહીનો કોઈ વિકલ્‍પ નથી અને લોહીની આકસ્‍મિક જરૂર કોઈપણ વ્‍યક્‍તિને પડી શકે છે, જે ધ્‍યાને રાખી સૌને રક્‍તદાન કરી કોઇની જિંદગી બચાવવાના માનવતાવાદી કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.


આ કાર્યક્રમમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના બી.કે.દાયમા, ઉદ્યોગ જગતના શીરીષ દેસાઈ, રાજસ્‍થાન પ્રદેશ ઉપાધ્‍યક્ષ મુકેશ દાધીચ, રાજસ્‍થાનના રાજસંવદ જિલ્લા પંચાયત પ્રમુખ રતન દેવી ચૌધરી, અગ્રણી કનૈયા અગ્રવાલ, અંબાલાલ બાબરીયા, હિતેશસુરતી, મહેશ ભટ્ટ, રાજસ્‍થાન સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રક્‍તદાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories