Connect Gujarat
ગુજરાત

વલસાડ : સીવીલ હોસ્પિટલ નર્સિગ સ્‍ટાફ અને સફાઇ કામદારો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરાય

વલસાડની સીવીલ હોસ્‍પિટલના નર્સિગ સ્‍ટાફ અને સફાઇ કામદારો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડ : સીવીલ હોસ્પિટલ નર્સિગ સ્‍ટાફ અને સફાઇ કામદારો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરાય
X

વલસાડની સીવીલ હોસ્‍પિટલના નર્સિગ સ્‍ટાફ અને સફાઇ કામદારો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડ સીવીલ હોસ્પિટલના તબીબી અધિૅક્ષક ર્ડા. ભાવેશ ગોયાણી, આર.એમ.ઓ. ર્ડા. જયદીપ પટેલ, આસીસ્‍ટન્‍ટ હોસ્‍પિટલ એડમિનિસ્‍ટ્રેટર ર્ડા. પ્રિતલ ઘેટીયા, નર્સિગ કાઉન્‍સીલના ઇકબાલભાઇ, વહીવટી અધિકારી ર્ડા. અશ્વિન પટેલ તથા અન્‍ય તબીબો, આઇ.સી.યુ.ના દર્દીઓને તેમજ સિકયુરીટી ગાર્ડ, પોલિસ કર્મીઓ તથા ઇન્‍ટર્ન તબીબોને નર્સિગ સુપ્રિટેન્‍ડન્‍ટ રૂબિનાબેન અને પ્રિતી પટેલ અને સફાઇ કામદાર બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આ રાખડી બાંધનાર તમામ તબીબો અને અન્‍યોએ રૂબિનાબેન અને પ્રિતીબેન તેમજ સફાઇ કામદાર બહેનોને આશીર્વાદ આપ્‍યા હતા. આ બહેનો દ્વારા આઇ.સી.યુ.માં ઓકિસજન માસ્‍કવાળા અને એન.આર.બી.એમ. માસ્‍ક દ્વારા ઓક્સિજન લેતા દર્દીઓને રાખડી બાંધવામાં આવી હતી. તેઓ જલદીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભકામના પાઠવી હતી, ત્‍યારે તેઓ આ પળે ભાવુક થઇ ગયા હતા. આ વેળાએ દર્દીઓએ સીવીલ હોસ્‍પિટલની નર્સિગ સ્‍ટાફની બહેનો અને સફાઇ કામદાર બહેનોનો આભાર વ્‍યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામે કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોવિડની મહામારીમાં રાત દિવસ ખડે પગે સેવા બજાવનાર સફાઇ કામદાર બહેનોને નર્સિગ સ્‍ટાફ એસોસીએશન દ્વારા સાડીની ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇકબાલ કડીવાળાએ કર્યુ હતું.

Next Story