અંકલેશ્વર : બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા ન્યાલકરણ નર્સિંગ કોલેજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે સ્ટ્રીટ પ્લે યોજાયું

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સતત વધ્યું છે. તણાવપૂર્ણ જીવનશૈલી, શારીરિક કસરતનો અભાવ

New Update

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સતત વધ્યું છે. તણાવપૂર્ણ જીવનશૈલી, શારીરિક કસરતનો અભાવ, પ્રદૂષિત ખોરાક અને પૌષ્ટિક ખોરાકના અભાવને કારણે કેન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સ્તન કેન્સરે ભારતમાં ભરડો લીધો છે. થોડી બેદરકારી દાખવાઈ તો કોઈપણ સ્ત્રી તેનો ભોગ બની શકે છે અને તેને સારવારના મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડી શકે છે. તે અંગે જાગૃતતા લાવવા માટે અંકલેશ્વર ન્યાલકરણ નર્સિંગ કોલેજની મહિલાઓ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પર એક સ્ટ્રીટ પ્લેનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સ્ટ્રીટ પ્લે કરવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં જાગૃતિ લાવવાનો છે અને જો તેઓને કેન્સર થઇ પણ જાય તો તે બાદ ક્યાં પગલા લેવા તે અંગે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેથી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ તેની સારવાર કરી શકાય.

અત્યાર સુધી માત્ર 50 વર્ષથી વધુ વયની મહિલાઓને જ સ્તન કેન્સર શિકાર બનતું હતું. પણ હવે સ્થિતિ ચિંતાજનક થઈ છે. કેટલાક કિસ્સાઓમાં બેદરકારી પણ ગંભીર પરિણામ તરફ દોરી જાય છે. આ રોગની શરૂઆતમાં જ જાણ થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. પરંતુ બીમારી તરફ સ્ત્રીઓનો સહન કરવા અને બેદરકારીના વલણને કારણે નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories