હાલના સમયમાં જીવનશૈલીમાં આવેલા પરિવર્તનના કારણે સંખ્યાબંધ લોકો પેટની તકલીફોથી પરેશાન છે. અને તેમાં પણ મોટાભાગના લોકોમાં એસિડિટીની સમસ્યા ખાસ જોવા મળે છે. એક અંદાજ મુજબ 25થી 30% લોકોને આજીવન એસિડિટીની સમસ્યા રહેતી હોય છે. જોકે, એસિડિટીનું સમયસર નિદાન અથવા સારવાર કરવામાં ન આવે તો ઘણી વખત સામાન્ય દેખાતી આ તકલીફ ગંભીર બીમારીને નોંતરી શકે છે, ત્યારે અમે તમને એસિડિટીને કંટ્રોલમાં રાખવા માટેના અમુક નુસખા બતાવવા જઈ રહ્યા છે.
આપણે જોઈએ છે, તેમ કોઈપણ વ્યક્તિના પેટમાં ચાંદું પડવું, લોહીની ઉલટી થવી, પેટમાં કે છાતીમાં બળતરા થવા, મોઢામાં ખાટો સ્વાદ આવવો, લીલી-પીળી ઉલટી થવી, રાતના સમયે ખાંસી આવવી, વધુ પડતા ઓડકાર આવવ જેવા અનેક લક્ષણો એસિડિટી થતા દેખાય આવે છે, ત્યારે નિષ્ણાત તબીબો પાસે તપાસ કરાવવી વધુ જરૂરી છે.
જોકે, હવે ઘરેલુ નુસખા પણ એસિડિટીને ટક્કર આપી રહ્યા છે. અમે તમને એસિડિટી મટાડવાના રામબાણ ઇલાજ વિશે જાણકારી આપીશું. જેમાં સૌપ્રથમ જો તમે પાચન સંબંધિત સમસ્યાઓનો મોટાભાગે સામનો કરો છો તો ચા-કૉફીનું સેવન ઓછા પ્રમાણમાં કરો. કારણ કે, તેના સેવનથી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ ખૂબ વધી જાય છે. તેના વધુ પડતા સેવનથી તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે. તો સાથે જ કાર્બોહાઇડ્રેટ યુક્ત વસ્તુઓનું સેવન પણ આપે ઓછું કરવું પડશે. કારણ કે, વધુ કાર્બવાળી વસ્તુઓ તમારા પેટ માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે.
જો તમે જરૂરતથી વધારે ફેટવાળી વસ્તુઓ ખાઓ છો, તો તેનાથી તમારી પરિસ્થિતિ વધારે ખરાબ થતાં પેટ સંબંધિત સમસ્યા પણ વધી શકે છે. એવામાં પાચન તંત્રને હેલ્ધી રાખવા માટે તળેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તો સાથે જ વધારેમાં વધારે શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઇએ. જોકે, કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેનું સેવન કરવાથી તમારા પેટમાં ગેસ બની શકે છે. જેથી બ્રોકલી, બીન્સ અને કોબીજ એવી જ શાકભાજી છે, જેના લીધે શ્હરીરમાં ગેસ બને છે.
આ ઉપરાંત લસણ અને ડુંગળીનું વધારે સેવન કરવું પણ નુકશાનકારક સાબિત થઇ શકે છે. એટલા માટે જ યોગ્ય રહેશે કે, તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરો. એક માત્ર આદુ વ્યક્તિ શરીરના પાચન માટે રામબાણ સાબિત થઇ શકે છે. ઉપરાંત પેટની સમસ્યાઓથી બચવા માટે પોતાના ડાયેટમાં વધારેમાં વધારે ફાઇબરયુક્ત વસ્તુઓ સામેલ કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ન માત્ર તમારી પાચન ક્રિયાને ઠીક કરે છે, પરંતુ તેનાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો. જોકે, ઘણા લોકો એસિડિટીથી બચવા માટે લીલા શાકભાજી અને ફળોનું સેવન પણ વધારે કરે છે, જે એસિડિટી સામે લડવા ઘણા ઘણું જ ફાયદાકારક સાબિત થયું છે.