Connect Gujarat
આરોગ્ય 

ચીનમાં કોરોનાના કેસો વધતાં સરકારની કડકાઇ, અનેક સ્થળોએ ફરીથી લોકડાઉન

ચીનમાં કોરોના વાયરસ ફરીવાર માથું ઉંચકી રહ્યો છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

ચીનમાં કોરોનાના કેસો વધતાં સરકારની કડકાઇ, અનેક સ્થળોએ ફરીથી લોકડાઉન
X

ચીનમાં કોરોના વાયરસ ફરીવાર માથું ઉંચકી રહ્યો છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. એને કારણે ચીનની સરકાર પણ કડક બની છે અને સખત પગલાં લેવામાં આવ્યાં છે. અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી રહી છે તથા કેટલાક સ્થળોએ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

ચીનમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ થઈ ગયું છે. ખાસ કરીને અહીંયા ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ના નવ પ્રાંતમાં સતત પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણોસર ચીન સરકારે અહીં સેંકડો ફ્લાઈટ રદ કરી દીધી છે બાળકોની સુરક્ષા માટે સ્કૂલો અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાઈ છે અને લોકોને પણ બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ છે. જોકે અહીં કેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાને કાબૂમાં લેવા ચીને ઝીરો કોવિડ નીતિનું કડકાઈથી પાલન કર્યું છે.

આ કારણોસર તેણે સરહદો પર પણ અત્યંત કડક નિયમો લાગુ કર્યા હતા. હવે સ્થાનિક ઓથોરિટીએ ફરી એકવાર આવા પ્રતિબંધો લાગુ કરીને મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. સિયાન અને લાન્સુની 60 ફ્લાઈટ રદ કરી દીધી છે. 40 લાખની વસ્તી ધરાવતું લાન્સુ શહેર ગાન્સુ પ્રાંતની રાજધાની છે સિયાંગ શહેરમાંથી કોરોના સંક્રમણ શરૂ થયું છે, જે શાંક્ઝી પ્રાંતની રાજધાની હોવાની સાથે ચીનનું સૌથી જૂનું અને લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ચીનનાં અનેક મહાન સામ્રાજ્યોના ઐતિહાસિક સ્મારકો સિયાંગમાં જ જોવા મળે છે. ચીનના અખબારી અહેવાલો પ્રમાણે, ચીનમાં કોરોના સંક્રમણ માટે એક વૃદ્ધ દંપતી જવાબદાર છે, જેમણે પ્રવાસીઓના એક જૂથ સાથે શાંઘાઈથી સિયાન, ગાન્સુ પ્રાંત અને મોંગોલિયા સુધી સફર કરી હોવાનું સામે આવ્યું છે.

Next Story