Connect Gujarat
આરોગ્ય 

ટામેટા જેવા લાલ ગાલ જોઈએ છે તો અજમાવો આ 3 ટમેટાના ફેસ પેક

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તે સુંદર દેખાય.... લોકો તેની સુંદરતાની વાતો કરે. ચહેરો ચંદ્ર જેવો ચમકતો હોય

ટામેટા જેવા લાલ ગાલ જોઈએ છે તો અજમાવો આ 3 ટમેટાના ફેસ પેક
X

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તે સુંદર દેખાય.... લોકો તેની સુંદરતાની વાતો કરે. ચહેરો ચંદ્ર જેવો ચમકતો હોય આ માટે સ્ત્રીઓ ઘણા બધા પ્રકારના બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે કે જે તેમના ચહેરાને સુંદર બનાવે. પરંતુ તે બધી પ્રોડક્ટ ચહેરાને નુકશાન પણ પહોચાડતી હોય છે. તો આજે અમે તમને ટામેટાં માંથી બનતા ફેસ પેકની માહિતી આપી રહ્યા છીએ. જેના ઉપયોગથી તમારો ચહેરો ટમેટાની જેમ લાલ અને સુંદર દેખાશે. વાસ્તવમાં ટામેટાં વિટામિન સી અને એંટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે. જે ત્વચાને નિખારવાની સાથે સાથે ત્વચાને અનેક ફાયદાઓ પણ કરે છે. તો આવો આ વિષે વિગતવાર જાણીએ.

ટમેટા અને ખાંડ

ટમેટાને મેષ કરી તેનો રસ કાઢી લો. હવે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો. પછી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ધીમે ધીમે ઘસતા તમારા ચહેરા પર લગાવો. આ પેકને તમારા ચહેરા પર થોડી વાર રહેવા દો. ત્યાર બાદ સુકાઈ જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. તેનાથી ત્વચા પર કુદરતી ચમક આવશે.

ટમેટા અને મધ

તમે ટામેટાં અને મધ ને મિક્સ કરી ફેશપેક બનાવી શકો છો. તે ત્વચાને ઊંડાઈથી સાફ કરે છે અને ત્વચાને નરમ રાખે છે. ટામેટાં અને મધનું મિશ્રણ લગાવવાથી પિંપલ અને હઠીલા નિશાનથી ઝડપથી છૂટકારો મળે છે. તે વધારાનું તેલ અને ગંદકી સાફ કરવામાં પણ મદદ કરે છે. આ પેક બનાવવા માટે તમે પહેલા ટમેટાને મેષ કરી લો ત્યાર બાદ તેમાં એક ચમચી મધ ઉમરો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવો અને થોડી વાર રહેવા દો. જ્યારે ચહેરા પર લગાવેલી પેસ્ટ સુકાઈ જાય એટલે તેના ઠંડા પાણીથી ધોઈ નાખો. આનાથી પણ ચહેરા પર ઘણો ગ્લો આવે છે.

ટામેટાં અને લીંબુ/ટામેટા જેવા લાલ ગાલ જોઈએ છે તો અજમાવો આ 3 ટમેટાના ફેસ પેકટામેટાં અને લીંબુને ઉતમ ક્લીન્સર માનવામાં આવે છે. તેમાથી બનાવેલા ફેશપેકથી ચહેરા પર ચમક આવે છે. તે ત્વચામાં તેલની પહોચ ઘટાડવામાં મદદ કરે છે. આ પેકને બનાવવા માટે ટામેટાં ને પિશી લો હવે તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને હવે ચહેરા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો . આ લગાવેલી પેસ્ટ એકદમ સુકાઈ જાય પછી સાદા પાણીથી ચહેરાને ધોઈ નાખો. તેને લગાવવાથી રંગ સુધરે છે અને પિગમેન્ટેશન જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

Next Story