Connect Gujarat
દેશ

ઉત્તરાખંડમાં 3 દિવસનો શોક, CDS બિપિન રાવત સહિતના જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરાય...

કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન મૃત્યુ પામેલ CDS બિપિન રાવત સહિતના જવાનોને દેશભરમાંથી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં 3 દિવસનો શોક, CDS બિપિન રાવત સહિતના જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરાય...
X

કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન મૃત્યુ પામેલ CDS બિપિન રાવત સહિતના જવાનોને દેશભરમાંથી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઉત્તરાખંડે 3 દિવસનો શોક જાહેર કર્યો છે. તેલંગાણાના ગવર્નર અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. તમિલિસાઈ સુંદરરાજને નીલગીરી જિલ્લામાં મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર ખાતે કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં શહિદ થયેલા CDS બિપિન રાવત અને અન્ય લોકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેઓ તેમની પત્ની અને 11 અન્ય લોકો સાથે ગઈકાલે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તો સાથે ઉત્તરાખંડમાં 3 દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો. એક દિવસ માટે વિધાનસભાની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, તો તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પુષ્પાંજલિ આપી આ ઘટનાના પગલે તામિલનાડુ મુખ્યમંત્રી સ્ટાલિને નિલગિરી જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત અને અન્ય લોકોને પુષ્પાંજલિ આપી હતી. તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા.

Next Story