હરિયાણા : પાનીપતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ, 3 લોકો જીવતા ભૂંજાયા...

કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારમાં આગ ફાટી નીકળી હતી.

New Update

હરિયાણા રાજ્યના પાનીપત જિલ્લાના ઈસરાના કસબામાં શુક્રવારની બપોરે એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં રોહતકના નેશનલ હાઈવે પર ઈસરાનામાં આવેલા APMC નજીક એક કારમાં આગ ફાટી નીકળતા કારમાં સવાર 3 લોકો જીવતા ભૂંજાયા હતા. મળતી માહિતી અનુસાર, રોહતકના નેશનલ હાઈવે પર ઈસરાનામાં આવેલા APMC નજીક એક ટ્રક વળાંક લઈ રહ્યો હતો, તે દરમ્યાન પાછળથી આવતી સોનીપતની CNG કાર નં. HR-10-AC-5675 જે પાનીપતથી ગોહાના જય રહી હતી,

Advertisment

તે કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ કાર લોક થઈ ગઈ હતી, જેથી કારમાં સવાર 3 લોકો બહાર નહીં આવી ત્રણેય જીવતા ભૂંજાયા હતા. બનાવની જાણ આસપાસના લોકોએ કંટ્રોલ રૂમ નંબર 112 પર કરતાં ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે ઈસરાના પોલીસ, ASP પુજા વશિષ્ઠ અને ડીએસપી ટ્રાફિક સંદીપકુમાર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment