Connect Gujarat
દેશ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આનંદો, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 3% નાં વધારાની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આનંદો, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
X

મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 3% નાં વધારાની મંજૂરી આપી દીધી છે. અગાઉ ઓક્ટોબર 2021 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ DA વધીને 31 ટકા થઈ જશે.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કરી દીધો છે. કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલનાં પગારની સાથે-સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચુકવણી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી લઈને 2,32,152 20 રૂપિયા સુધીના એરિયર્સનો લાભ મળશે.એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. વાસ્તવમાં એવું માનવામાં આવતું છે કે, હોળી પહેલાં જ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની સરકારની જાહેરાત કરશે પરંતુ આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે.

Next Story