Connect Gujarat
દેશ

પટણામાં નરેન્દ્ર મોદીની રેલીમાં બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા

ચાર આરોપીને ફાંસીની સજા જયારે 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

પટણામાં નરેન્દ્ર મોદીની રેલીમાં બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા
X

બિહારના પટણામાં 2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં થયેલાં બ્લાસ્ટના કેસમાં એનઆઇએ કોર્ટનો ચુકાદો આવ્યો છે. આ કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા જયારે 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પટણાના ગાંધી મેદાનમાં બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત સાબિત થયેલા નવ આરોપીઓને સજા સંભળાવી છે.

બનાવની હકીકત એવી છે કે, બિહારના પટણામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ સભા દરમિયાન બોંબ બ્લાસ્ટ થયો હતો. NIAનાં સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાએ સજાનાં મુદ્દા પર તમામ આરોપીઓનાં વકીલોની દલીલો સાંભળ્યા બાદ 9 આરોપીઓમાંથી 4ને ફાંસીની સજા, 2ને આજીવન કેદ અને 2ને 10 વર્ષની અને એકને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 11 લોકોને આરોપી બનાવવમાં આવ્યાં હતાં. આ 11 આરોપીઓમાંથી એક સગીર હોવાને કારણે તેનો કેસ જુવેનાઈલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 10 લોકો પર કેસ ચલાવવામાં આવ્યો અને 9 લોકો દોષિત સાબિત થયા હતા. NIAની તપાસમાં સામે આવ્યું છે કે, NDAનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર અને ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2013માં ફિદાયીન હુમલામાં મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

Next Story