Connect Gujarat
દેશ

હિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું, વાંચો શું કહ્યું

હિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું છે.

હિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું, વાંચો શું કહ્યું
X

હિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ અંગે કમેન્ટ કરવી યોગ્ય રહેશે નહીં, કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આમાં ભાજપ માટે છુપાવવા જેવું કંઈ નથી અને ડરવા જેવું પણ કાંઈ નથી.

ANI પોડકાસ્ટ પર આપેલા ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે આ વાત કરી હતી.તેમણે લોકસભા ચૂંટણી, વિપક્ષ અને 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર પણ વાત કરી હતી.હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ રાહુલ ગાંધી સહિત વિપક્ષોએ ભાજપ પર અદાણીને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે સંસદથી રોડ સુધી દેખાવો પણ કર્યા હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહે લોકસભા ચૂંટણી, PFI પર પ્રતિબંધ, પૂર્વોત્તરમાં ચૂંટણી, દેશની આંતરિક સુરક્ષા, શહેરોના નામ બદલવા અને G-20 જેવા અનેક મુદ્દાઓ પર પણ વાત કરી.

Next Story