Connect Gujarat
દેશ

દેશના ત્રણ મુખ્યમંત્રી, છ કેન્દ્રીય મંત્રી સહિત 39 મોટા નેતા સંક્રમિત

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. અમેરિકા પછી હવે ભારતમાં જ સૌથી વધારે દર્દીઓ વધી રહ્યા છે.

દેશના ત્રણ મુખ્યમંત્રી, છ કેન્દ્રીય મંત્રી સહિત 39 મોટા નેતા સંક્રમિત
X

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. અમેરિકા પછી હવે ભારતમાં જ સૌથી વધારે દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ભારતમાં રોજ એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે, જ્યારે અમેરિકામાં રોજ છથી સાત લાખ લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે.આ દરમિયાન સંક્રમણને દેશના મોટા રાજકીય નેતાઓ પણ ટાર્ગેટ કર્યા છે. આ લહેરમાં છેલ્લા 10 દિવસમાં દેશના 39 મોટા નેતા પોઝિટિવ થઈ ચૂક્યા છે.

તેમાંથી ત્રણ રાજ્યના મુખ્યમંત્રી, બે રાજ્યના ત્રણ ડેપ્યુટી સીએમ, પાંચ કેન્દ્રીય મંત્રી પણ સામેલ છે . અરવિંદ કેજરીવાલ, દિલ્હી 2. નીતીશ કુમાર, બિહાર . સવરાજ બોમ્માઈ, કર્ણાટક રેણુ દેવી, ડેપ્યુટી સીએમ, બિહાર તારકિશોર પ્રસાદ, ડેપ્યુટી સીએમ, બિહાર . મનોહર અજગાંવકર, ડેપ્યુટી સીએમ, ગોવા દુષ્યંત ચૌટાલા, ડેપ્યુટી સીએમ, હરિયાણા આ બધા સીએમ કોરોના પોઝિટિવ છે તો સાથે કેન્દ્રીય મંત્રીઓ સંક્રમણની ઝપેટમાં આવ્યા છે જેમાં .

નીતિન ગડકરી, કેન્દ્રીય રોડ-રસ્તા પરિવહન મંત્રી . રાજનાથ સિંહ, રક્ષામંત્રી . અજય ભટ્ટ, કેન્દ્રીય રક્ષા મંત્રી મહેન્દ્રનાથ પાંડે, કેન્દ્રીય ઉદ્યોગમંત્રી (હવે રિકવર થઈ ગયા) . ભારતી પવાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી . અશ્વિની ચૌબે, કેન્દ્રીય મંત્રી, કન્ઝ્યુમર-ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સામેલ છે તો ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે

Next Story
Share it