Connect Gujarat
દેશ

અફઘાનિસ્તાન મુદ્દે પી.એમ.નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, વાંચો શું કહ્યું

અફઘાનિસ્તાન મુદ્દે પી.એમ.નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, વાંચો શું કહ્યું
X

વડાપ્રધાન મોદીએ આજે તઝાકિસ્તાની રાજધાની દુંશાબેમાં આયોજિત SCO સમિટમાં સંબોધન આપ્યું. જેમા તેમણે અફઘાનિસ્તાન મુદ્દે કહ્યું કે ત્યા જે રીતે કટ્ટરતા વધી રહી છે. તે ચિંતાનો વિષય બન્યો છે.

સાથેજ તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં શાતિ સુરક્ષા અને સલામતી હાલમાં સૌથી મોટો પડકાર છે. વધુમાં તેમમે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સૌથી મોટો પડકાર કટ્ટરતા છે. PM મોદીએ કહ્યું કે કટ્ટરપંથ સામેની લડાઈ માત્ર ક્ષેત્રીય સુરક્ષા સુધી નથી પરંતુ યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આવશ્યક છે.

આ સમિટમાં PM મોદી એવુ પણ બોલ્યા કે ભારત સેન્ટ્રલ એશિયા સાથે તેમની કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે.PM મોદીએ SCO સમીટમાં એવું પણ કહ્યું કે સેન્ટ્રલ એશિયાઈ દેશોને ભારતના વિશાળ માર્કેટથી અપાર લાભ થઈ શકે છે. સાથેજ તેમમે કહ્યું કે કનેક્ટિવિટીની કોઈ પણ પહેલ વન વે સ્ટ્રિટ ન હોઈ શકે.

સમગ્ર મામલે વડાપ્રધાન બોલ્યા કે કે મધ્ય એશિયાનું ક્ષેત્ર પ્રોગ્રેસિવ ક્લ્ચર અને વેલ્યૂનું ગઢ રહ્યું છે. સુફીવાદ જેવી પરંપરા પણ અહીયા વર્ષોથી ચાલી રહી છે સાથેજ સમગ્ર વિશ્વમાં પણ ફેલાઈ રહી છે.SCOમાં આ વર્ષે ઈરાન પણ જોડાયું હતું જેનું તેમણે સ્વાગત કર્યું. સાથેજ તેમણે સાઉદી અરબ, ઈજિપ્ત અને કતારનું પણ તેમણે સ્વાગત કર્યું હતું.

Next Story