Connect Gujarat
દેશ

પંજાબ જીતીને ભગવંત માન દિલ્હી પહોંચ્યા, કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા

પંજાબમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. પંજાબમાં AAPના મુખ્ય પ્રધાન ચહેરા ભગવંત માન પ્રચંડ જીત બાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા.

પંજાબ જીતીને ભગવંત માન દિલ્હી પહોંચ્યા, કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા
X

પંજાબમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. પંજાબમાં AAPના મુખ્ય પ્રધાન ચહેરા ભગવંત માન પ્રચંડ જીત બાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવંત માને કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. પંજાબની 117 સીટોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. પંજાબમાં AAPને 92, કોંગ્રેસને 18, અકાલી દળને 3, BJPને 2 સીટો મળી છે.

AAPએ પંજાબમાં ભગવંત માનના ચહેરા પર વિધાનસભા ચૂંટણી લડી હતી. પાર્ટીએ જંગી જીત મેળવી છે. પંજાબમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભગવંત માનને નેતા તરીકે પસંદ કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મળવા દિલ્હી પહોંચ્યા હતા.

Next Story
Share it