પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ બીએલ પુરોહિત દ્વારા તેમને CM પદના શપથ અપાવવામાં આવ્યા હતા.
ચન્નીની સાથે, સુખજિંદર સિંહ રંધાવા અને ઓપી સોનીએ પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે.પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે, સોમવારે સવારે ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ તેઓ પ્રથમ દલિત મુખ્યમંત્રી પણ છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનો મુખ્યમંત્રી ચહેરો બદલી નાખ્યો છે. ચન્નીને 11 વાગ્યે શપથ લેવડાવવાના હતા પરંતુ રાહુલ ગાંધીની રાહ જોવાના કારણે શપથગ્રહણમાં વિલંબ થયો હતો.
રાહુલ ગાંધી ચંદીગઢ એરપોર્ટ પહોંચ્યા બાદ રાજભવન જવા રવાના થઇ ગયા છે. ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ જાખડ સહિત પંજાબ કોંગ્રેસના તમામ નેતાઓ ચંદીગઢના રાજભવન ખાતે પહોંચી ગયા હતા. સોની હિન્દુ નેતા છે જ્યારે રંધાવા જાટ શીખ સમુદાયમાંથી છે. અત્યાર સુધી પંજાબમાં જાટ શીખ સમુદાયના મુખ્યમંત્રી બનતા રહ્યા છે.