Connect Gujarat
દેશ

શાહરુખ ખાનનો દીકરો 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે, 12 દિવસથી જેલમાં બંધ છે

આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા 20 ઓક્ટોબર સુધી જેલમાં જ બંધ રહેશે.

શાહરુખ ખાનનો દીકરો 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે, 12 દિવસથી જેલમાં બંધ છે
X

આજે 14 ઓક્ટોબરે મુંબઈ સેશન્સ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જજ વીવી પાટિલે સુનાવણીનો ચુદાકો 20 ઓક્ટોબર સુધી અનામાત રાખ્યો છે, એટલે કે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા 20 ઓક્ટોબર સુધી જેલમાં જ બંધ રહેશે. કોર્ટમાં બંને પક્ષ તરફથી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના વકીલે દલીલ દરમિયાન એમ કહ્યું હતું કે આ ગાંધી ને બુદ્ધની ભૂમિ છે. આર્યનના વકીલ દલીલ કરતાં કહ્યું હતું કે જ્યારે તપાસને કોઈ અટકાવતું નથી તો તેમના ક્લાયન્ટની આઝાદીને કેમ અટકાવવામાં આવે છે. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ જજ વીવી પાટિલે જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખ્યો હતો.આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCBએ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે લૉકઅપમાં છે. આર્યન 8 ઓક્ટોબરે બપોરે આર્થર રોડ જેલમાં આવ્યો હતો. આ રીતે આર્યન છેલ્લાં 12 દિવસથી લૉકઅપમાં છે અને તેણે વધુ છ દિવસ જેલમાં જ રહેવું પડશે.

Next Story