Connect Gujarat
દેશ

દેશમાં ખાંડનું ઉત્પાદન 14 ટકા વધ્યું, રેકોર્ડ 360 લાખ ટન ઉત્પાદન

માર્કેટિંગ વર્ષ 2021-22 ના અંત સુધીમાં વધી રેકોર્ડ 35.5 મિલિયન ટન નોંધાવાનો આશાવાદ એનએફસીએસએફએ વ્યક્ત કર્યો છે.

દેશમાં ખાંડનું ઉત્પાદન 14 ટકા વધ્યું, રેકોર્ડ 360 લાખ ટન ઉત્પાદન
X

દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનો એપ્રિલમાં 14 ટકા વધી રેકોર્ડ 34.2 મિલિયન ટન નોંધાયા છે. જે માર્કેટિંગ વર્ષ 2021-22 ના અંત સુધીમાં વધી રેકોર્ડ 35.5 મિલિયન ટન નોંધાવાનો આશાવાદ એનએફસીએસએફએ વ્યક્ત કર્યો છે. માર્કેટિંગ વર્ષ 2020-21માં 31.1 મિલિયન ટન, 2019-20માં 25.9 મિલિયન ટન, 2018-19 32.2 મિલિયન ટન, 2017-18માં 31.2 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ હતી.ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબર થી સપ્ટેમ્બર છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીના આંકડાઓ અનુસાર, ખાંડ નું ચોખ્ખું ઉત્પાદન એપ્રિલ, 2022માં 34.2 મિલિયન ટન નોંધાયું છે. જે ગત વર્ષે 30 મિલિયન ટન સામે 14 ટકા વધ્યું છે.520 ખાંડની મિલો માંથી 219 મિલોમાં ક્રશિંગ થઈ રહ્યું છે. જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં માત્ર 106 મિલોમાં ક્રશિંગ થયુ હતું.એથેનોલ માટે 3.5 મિલિયન ટન ખાંડનો ઉપયોગ બાદ કરતાં ખાંડનું ચોખ્ખું ઉત્પાદન 45.5 મિલિયન ટનની વધવાનો આશાવાદ છે.

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાતમાં મેના અંત સુધી ક્રશિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. જે ભારતીય ખાંડ ક્ષેત્રે નવો ઇતિહાસ રચશે. બ્રાઝિલ બાદ ભારત ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. જેમાં દેશનું 85 ટકા ઉત્પાદન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં થાય છે. ત્રણેય રાજ્યોમાં મળી 30 એપ્રિલ સુધી કુલ 29.1 મિલિયન ટન ) ખાંડ ઉત્પાદિત થઈ છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી ગતવર્ષે 4.6 મિલિયન ટન સામે 5.1 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ છે.અત્યાર સુધીનું સૌથી વધુ ખાંડનું ઉત્પાદન હોવા છતાં, સ્થાનિક બજારમાં ખાંડની એક્સ-મિલ જરૂરિયાત પૂરી થઈ નથી.S ગ્રેડની ખાંડનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.3,300 છે, જ્યારે M ગ્રેડ માટે રૂ.3,550 પ્રતિ ક્વિન્ટલ છે. જેની પાછળનું મુખ્ય કારણ ખાંડની નિકાસ વધવાનો છે.9.5 મિલિયન ટન નિકાસ થવાના આશાવાદ સાથે દેશની ખાંડની મિલો રૂ.30 હજાર કરોડની આવક ઉપાર્જિત કરશે. આ વર્ષે 8.5 મિલિયન ટન ખાંડની નિકાસ ઓર્ડર મળ્યા હતા. જેમાંથી 6.5 મિલિયન ટન નિકાસ થઈ ચૂકી છે.

Next Story