Connect Gujarat
દેશ

યુપી વિધાનસભા ચૂંટણી, 50 થી વધુ ભાજપ ધારાસભ્યની ટિકિટ થશે કટ

UP વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં ઉમેદવારોનું લિસ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

યુપી વિધાનસભા ચૂંટણી, 50 થી વધુ ભાજપ ધારાસભ્યની ટિકિટ થશે કટ
X

UP વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં ઉમેદવારોનું લિસ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ વખતે લગભગ 80 જેટલા વર્તમાન ધારાસભ્યોને ભાજપ ઘરભેગા કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત લગભગ એક ડઝન જેટલી એવી સીટો છે, જેના પર ઉમેદવારો આમથી તેમ થઈ જશે જો લિસ્ટ જાહેર થશે તો યુપીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને ઘર ભેગા થવાનો વારો આવશે

પાર્ટી માંથી મોટી સંખ્યામાં ટિકિટ કપાતા પાર્ટીમાં ફરી એક વાર હોબાળો થવાની સંભાવના છે હકીકતમાં આ અગાઉ ઓબીસી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય કેટલાય ભાજપના ધારાસભ્યો સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. હવે પાર્ટીને ચિંતા છે કે, હાલના ધારાસભ્યોની ટિકિટ કપાતા ક્યાંક ફરી વાર આવી નાસભાગ ન થાય તેની પણ ચિંતા સતાવી રહી છે સોમવારે થયેલી પાર્ટીની કોર કમિટીની બેઠક દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં થઈ હતી. તેમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શામેલ થયા હતા. ત્યાર બાદ આજે ઉમેદવારોનું લિસ્ટ અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે. ભાજપ રાજ્યની કુલ 403 સીટમાંથી લગભગ 380 સીટો પર ચૂંટણી લડે તેવી આશા છે. બાકી વધેલી સીટો તેમના સહયોગી ના ખાતામાં જશે. જેમાં અપના દળ અને નિષાદ પાર્ટી શામેલ છે. સોમવારે ભાજપ તરફથી સાત તબક્કાની ચૂંટણી માટે અંતિમ તબક્કાના ઉમેદવારો ના નામ ની શોર્ટ લિસ્ટ કર્યા છે. જેમાં 172 સીટો શામેલ છે. પાર્ટી પહેલા જ 197 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુક્યું છે.સૂત્રોએ કહ્યું છે કે, ભાજપ હાઈકમાન્ડે વધારે સંખ્યામાં વર્તમાન ધારાસભ્ય ની ટિકિટ કાપવાના પક્ષમાં હતું. પણ હાલમાં જ ત્રણ મંત્રીઓ અને લગભગ એક ડઝન જેટલાય ધારાસભ્યો પાર્ટીમાંથી બહાર થઈ જતાં, થોડી સાવધાની સાથે કામ લઈ રહ્યા છે.ભાજપના સહયોગી દળની વાત કરીએ તો, અપના દળ 2017માં 11 સીટો પર ચૂંટણી લડી હતી. પણ આ વખતે ડબલ સીટોની માગ કરી રહ્યા છે. નિષાદ પાર્ટીનો પણ આવો જ મૂડ છે. હાલમાં ભાજપ કથિત રીતે અપના દળ માટે 2017થી બે- ત્રણ સીટોથી વધારે આપવાના મૂડમાં નથી.

Next Story