Connect Gujarat
દેશ

ઉત્તરાખંડ:પ્રવાસીઓ સાથેની કાર નદીમાં તણાઇ, 9 નાં મોત

ઉત્તરાખંડ:પ્રવાસીઓ સાથેની કાર નદીમાં તણાઇ, 9 નાં મોત
X

ઉત્તરાખંડનાં રામનગરમ શુક્રવારે એક દર્દનાક ઘટના બની છે. આ દુર્ઘટનામાં પર્યટકો સાથે ભરેલી એક ફોર વ્હીલર ભારે વરસાદ બાદ નદીનાં વ્હેણમાં તણાઇ હતી. આ ઘટનામાં 10 લોકો ગાડીમાં વહી ગયા હતા જેમાંથી 9 લોકોનાં મૃત્યુ થયા છે. અત્યંત કરુણ ઘટનામાં એક બાળકીને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે.

સૂચનાં મળતા જ SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. જો કે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના વહેલી સવારે 5 વાગ્યાનાં સુમારે બની હોવાનું અનુમાન છે. પર્યટકો સાથેની ગાડી અર્ટીગા વાહન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુસાફરો પંજાબનાં રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Next Story