Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ ચાર દિવસમાં ફાયરીંગની બે ઘટનાઓ, જુઓ ફાયરિંગના CCTV

રાજકોટઃ ચાર દિવસમાં ફાયરીંગની બે ઘટનાઓ, જુઓ ફાયરિંગના CCTV
X

23 તારીખના રોજ રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં સાંજના સમયે થયું હતું ફાયરિંગ

રાજકોટમાં પોલીસની ધાક જાણે કે ઓસરતી જતી હોય તેવુ લાગી રહ્યુ છે. ચાર દિવસમા બે બે વાર સરેઆમ ફાયરીંગના બનાવો સામે આવ્યા છે. 23 તારીખના રોજ રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં સાંજના સમયે વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા સરેઆમ હવામાં ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી હતી. બનાવની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસ તેમજ SOG, અને ક્રાઇમ બ્રાન્ચ ટિમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જો કે તે મામલે આરોપી પકડાઈ તે પહેલા જ બિજી વારદાત બનવા પામી છે. રવિવારના રોજ ગંજીવાડા વિસ્તારમાં રહેતો અને અગાઉ ચોરી સહિત અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો હિતેષ ધનજી ખીમસુરિયા સાંજના પાંચેક વાગ્યે એંસી ફૂટ રોડ પર મોહનભાઇ સરવૈયા હોલ નજીકની પાનની દુકાન પાસે કારમાં સાગરીત સાથે પહોંચ્યો હતો અને ત્યાં જાહેરમાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા.

શહેરનાં એંસી ફૂટ રોડ પર રોફ જમાવ્યા બાદ સાંજે 7.30 વાગ્યે હિતેષ ગંજીવાડામાં ધૂસી ગયો હતો અને અબ્દુલ સુલેમાનભાઇ માજોઠીના ઘર પર ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. માજોઠી પરિવારના ઘર પર ધાણીફૂટ ગોળીબાર થતાં વિસ્તારમાં સોપો પડી ગયો હતો. લોકોના ટોળાં અેકઠા થતાં હિતેષ કારમાં નાસી ગયો હતો. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ હિતેષ ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો.

આરોપી અગાઉ પોલિસ ચોપડે ચડી ચુક્યો છે

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હિતેષ ખીમસુરિયા અગાઉ ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટ સહિતના હથિયારોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને બે વર્ષથી અબ્દુલ માજોઠી સાથે પૈસાના મુદ્દે તકરાર ચાલતી હોય ગંજીવાડામાં જઇ તેના ઘર પર ભડાકા કર્યા હતા. જોકે સદનસીબે કોઇને ઇજા થઇ નહોતી.

Next Story