Connect Gujarat
ગુજરાત

રાજકોટ : અતિવૃષ્ટિથી ખેતીને નુકશાન, અમરેલીના ખેડૂતોએ માંગી સહાય

રાજકોટ : અતિવૃષ્ટિથી ખેતીને નુકશાન, અમરેલીના ખેડૂતોએ માંગી સહાય
X

રાજકોટ શહેર તથા જિલ્લામાં મેઘરાજાની મહેર વરસી રહી છે ત્યારે ગામડાઓમાંથી ખેતીના પાકને વ્યાપક નુકશાનીના સમાચાર આવી રહયાં છે. રાજકોટના અમરેલી ગામના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી છે.

પડધરી તાલુકા ના અમરેલી ગામે ખેડૂતોના અળદના પાકને નુકશાન થયું છે. ખેતરમાં પાણી ભરાય જતા પાકને સારા એવા પ્રમાણમાં નુકસાન થયું છે.1 વિઘા અળદના વાવેતરમાં 4000 નો ખર્ચ થયો છે. પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.અડદ ઉપરાંત તલના પાકને પણ સારું એવું નુકસાન થયું છે પડધરી તાલુકાના અમરેલી ગામે ખેતરોમાં પાણી ભરાયેલું છે ખેતરોમાં ગોઠણ સુધીનું પાણી ભરાઈ જતાં તલી નો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો જેથી તલી બગડી ગઈ છે ખેડૂતોનું કહેવું છે કે વધારે વરસાદને કારણે તેમના પાકને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતો સરકાર પાસે વિમાની અપેક્ષા રાખી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર વીમો આપી ખેડૂતોની સહાય કરે એ આ સમયે ખૂબ જ જરૂરી છે જો સરકાર દ્વારા ખેડૂતોને વીમો નહીં આપવામાં આવે તો ખેડૂતોને આવતા દિવસોમાં ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Next Story