રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના મહિલાનું અવસાન થતાં તેઓના પરિવારજનોએ તેમના ચક્ષુઓનું દાન કરી લોક સેવાકાર્યની અનોખી પહેલ કરી છે.
ધોરાજી શહેરના લીલાવંતીબેન રમણીકલાલ ગઢિયાનું અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન અર્થે ધોરાજી માનવસેવા યુવક મંડળનો સંપર્ક કર્યો હતો. જેમાં ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ મેડીકલ ટીમ તેમના નિવાસસ્થાને પહોંચીને લીલાવંતીબેનના ચક્ષુઓને માનવસેવા યુવક મંડળ દ્વારા રાજકોટ સ્થિત જી.ટી.શેઠ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યા હતા. લીલાવંતીબેનના ચક્ષુના દાન થકી ધોરાજી માનવસેવા યુવક મંડળને હાલ 42મું ચક્ષુદાન મળ્યું છે, ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ સ્વ. લીલાવંતીબેનને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને તેઓના પરિવારજનોનો આ સેવાકાર્ય કરવા બદલ આભાર માન્યો હતો. આ સાથે જ લોહાણા સમાજના અગ્રણીઓએ માનવસેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/24/bns-2025-07-24-22-27-21.jpg)