Connect Gujarat
રાજકોટ 

કોરોનાની ત્રીજી લહેરની દહેશત: રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો સૌથી મોટો લોક મેળો રહેશે રદ્દ

કોરોનાની ત્રીજી લહેરની દહેશત: રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો સૌથી મોટો લોક મેળો રહેશે રદ્દ
X

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનું આયોજન આ વર્ષે પણ રદ કરાયું છે. જેના કારણે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે.

આ સાથે રાજકોટ જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિતના એકપણ લોકમેળાનું આયોજન કરાશે નહીં. રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ઘણા સમયથી લોકો મેળાના આયોજનની છૂટછાટ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાને ધ્યાને લઈ તંત્ર કોઈ જોખમ ખેડવા માગતું નથી.

Next Story