વડોદરા સ્ટેટ મોનિટરિંગ સેલે રોડવેઝની ઓફિસમાં દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
કારેલીબાગમાં રોડવેઝની ઓફિસમાં આવેલી એક ટ્રકમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 60 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક વાપીથી દારૂ ભરીને આવી હતી.

કારેલીબાગમાં રોડવેઝની ઓફિસમાં આવેલી એક ટ્રકમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 60 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક વાપીથી દારૂ ભરીને આવી હતી. તમને જણાવી દઇએ કે, કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલા ભાવના રોડવેઝમાં કેમિકલ લિક્વિડના બોકસમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યાં.PIસહિતની ટીમે સાંજના સમયે ભાવના રોડવેઝમાં આવેલી એક ટ્રકને કોર્ડન કરી ટ્રકમાં આવેલા બોકસને ખોલી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી. આખી ટ્રકમાંથી 60 જેટલા બોકસ મળી આવતા મોનિટરીંગ સેલે લાખોનો દારૂ કબજે કર્યો હતો. જો કે, હવે બીજી બાજુ વિદેશી દારૂનો આ જથ્થો વાપીથી કોણે મોકલાવ્યો અને વડોદરામાં કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે સઘન તપાસ કરી રહી છે. ભાવના રોડવેઝમાં કેમિકલ લિક્વિડના નામે અગાઉ પણ આ પ્રકારે બોકસ આવ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જો કે, શક્ય છે કે કારેલીબાગ વિસ્તારમાંથી લાખનો દારૂ પકડાતાં સ્થાનિક અધિકારી પર પણ આ મામલે તવાઈ આવી શકે. કારણ કે ગૃહ વિભાગનો પરિપત્ર છે કે જે અધિકારીના તાબામાં આવતાં વિસ્તારમાં વિદેશી દારૂ પકડાશે તે અધિકારી સામે પગલાં ભરવા.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાતમી અમને 20 બોકસ આવશે તેવી મળી હતી પરંતુ તપાસ કરતાં 60 બોકસ મળતાં અમને પણ નવાઇ લાગી હતી. જો કે, હાલમાં આ મામલે તમામ પાસે અમે ચકાસણી કરી રહ્યાં છીએ.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો...
9 Aug 2022 9:05 AM GMTપીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત...
9 Aug 2022 8:42 AM GMTચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં...
9 Aug 2022 8:35 AM GMTગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો...
9 Aug 2022 8:20 AM GMTવિજય દેવરાકોંડાને જોઈને છોકરીઓ થઈ ગઈ ખુશ, બાજુમાં ઊભી રહેલ અનન્યા...
9 Aug 2022 8:14 AM GMT