Connect Gujarat
વાનગીઓ 

જો શાકમાં તેલ વધી જાય તો કરો આ ઉપાય, તરત જ ગ્રેવીથી અલગ થઈ જશે તેલ....

ઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં શાકમાં તેલ વધી જાય છે.

જો શાકમાં તેલ વધી જાય તો કરો આ ઉપાય, તરત જ ગ્રેવીથી અલગ થઈ જશે તેલ....
X

ઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં શાકમાં તેલ વધી જાય છે. ઘણા લોકોને રોજની રસોઈમાં પણ વધારે તેલનો ઉપયોગ થતો હોય છે. પરંતુ મોટા ભાગના લોકોને શાક કે ગ્રેવીમાં વધુ તેલ પસંદ નથી હોતું. નિયમિત રીતે વધુ તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા, સ્થૂળતા જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તેથી શકય હોય ત્યાં સુધી લોકો તેમનો રસોઈમાં ઉપયોગ ઓછો કરે છે. પરંતુ તેમ છતાં જો રસોઈમાં તેલ વધી જાય તો તમે તેને કેટલીક ટ્રિક્સ અજમાવીને દૂર કરી શકો છો.

બરફના ટુકડા

શાક કે ગ્રેવીમાં એક્સ્ટ્રા તેલ હોય તો તેને દૂર કરવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. બરફના ટુકડાને થોડી વાર માટે ગ્રેવીમાં મૂકવા જેથી તેલ બધુ બરફના ટુકડા પર ચોંટી જશે અને તમે તેને સરળતાથી અલગ કરી શકશો.

ગ્રેવીને ફ્રીજમાં મૂકો

જો શાક કે ગ્રેવીમાં તેલ વધારે પડી જાય તો તે શાક કે ગ્રેવી રમ ટેમ્પરેચર આવે એટલે તેને ફ્રીજમાં મૂકી દેવું. તેલમાં ફેટ હોય છે અને ફેટ ઠંડકમાં જામી જાય છે. તમે ગ્રેવીને થોડી વાર ફ્રીજમાં મૂકી દેશો તો તેની ઉપર તેલ જામી જશે. અને પછી તેને સરળતાથી દૂર કરી શકાશે.

ટીશ્યુ પેપર

ટીશ્યુ પેપરની મદદથી પણ તમે શાક અને ગ્રેવીમાંથી તેલને અલગ કરી શકશો. શાક કે ગ્રેવીના પેનમાં ટીશ્યુ પેપર હળવા હાથે રાખવાથી ઉપરનું બધુ તેલ ટીશ્યુ પેપર પર આવી જશે અને એક્સ્ટ્રા ઓઇલ આરામથી દૂર થઈ જશે.

Next Story