Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL-2021માં ચેન્નઇ સુપરકિંગ્સનું ઓલરાઉન્ડ પ્રદર્શન, ચોથીવાર IPLનું ટાઇટલ જીત્યું...

IPL-2021માં ચેન્નઇ સુપરકિંગ્સનું ઓલરાઉન્ડ પ્રદર્શન, ચોથીવાર IPLનું ટાઇટલ જીત્યું...
X

IPL-2021માં ચેન્નઇ સુપરકિંગ્સની ટીમે જોરદાર પ્રદર્શન કરતા કોલકાતાને 27 રનથી હરાવ્યું છે. આ સાથે જ ચેન્નઇ સુપરકિંગ્સે ચોથીવાર IPLનું ટાઇટલ જીતી લીધું છે.

IPL-2021 સીઝનની IPL-14ને ઘણા ચઢાવ-ઉતાર પછી ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોની એન્ડ ટીમે 27 રનથી કોલકાતાને હરાવી ચોથી વાર ટાઈટલ જીતી લીધું છે. ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ મેળવી હતી અને શાર્દૂલ ઠાકુર ચેન્નઈનો સૌથી સફળ બોલર બન્યો હતો. ચેન્નઈએ આપેલ 193 રનના લક્ષ્યાંક સામે કોલકાતાએ સારી શરૂઆત કરી હતી.

કોલકાતા ક્નાઇટ રાઈડર્સના ખેલાડીઓના પત્તા એકબાદ એક ખરતા આઉટ થયા હતા. કોલકાતાની 93માં 2 વિકેટ હતી અને ત્યારબાદ 125 રનમાં 8 વિકેટ પડી ગઇ હતી. આમ કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન જ કરી શક્યું હતું. IPLમાં અત્યાર સુધી મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું છે. ત્યારબાદ સૌથી સફળ ટીમ ચેન્નઇ છે, જેણે 4 વાર IPLનું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું કોલકાતા ક્નાઇટ રાઈડર્સ ટીમનું સપનું તૂટ્યું હતું.

Next Story