Connect Gujarat
સ્પોર્ટ્સ

DCનો અક્ષર પટેલ IPLમાં 2011 પછી આ ઉપલબ્ધિ મેળવનાર પ્રથમ સ્પિનર

DCનો અક્ષર પટેલ IPLમાં 2011 પછી આ ઉપલબ્ધિ મેળવનાર પ્રથમ સ્પિનર
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021ના બીજા ફેઝની યુએઈમાં શરુઆત થઈ ચુકી છે, જેમાં 50 મેચ રમાઈ ચુકી છે. આઇપીએલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવ્યા હતા, જે દિલ્હીની ટીમે 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેળવી લીધા હતા. સળંગ 2 મેચમાં જીત નોંધાવીને દિલ્લી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી છે. બાકી રહેતી મેચોમાં દિલ્હી અને ચેન્નઈ પાસે હજુ એક-એક મેચ બાકી છે, જેને જીતી બંને ટીમ પ્રથમ ક્રમ પર પહોંચવા માટે મહેનત કરશે.

મહત્વનું છે કે પાછલી બંન્ને મેચોની જીતમાં દિલ્લીનો સ્પીનર અક્ષર પટેલ સ્ટાર રહ્યો હતા. અક્ષર ગત બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા. અક્ષરે બેક ટુ બેક બે વખત પ્લેયર ઓફ ધ મેચ રહીને એ સિદ્ધિ હાંસલ કરી છે, જે IPLના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પ્લેયર નથી કરી શક્યું. 2011 પછીથી જ બેક ટુ બેક 2 મેચોમાં મેન ઓફ ધ મેચ બનનારા અક્ષર પહેલા સ્પિનર છે.

પોતાની ટીમના પ્લેયરની આ અચિવમેન્ટ પર ખુશી વ્યક્ત કરતા દિલ્લી કેપિટલ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર અક્ષર પટેલનો એક સ્માઈલિંગ ફેસવાળો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે, "2011 પછી બેક ટુ બેક 2 વખત MOTMનો પુરસ્કાર જીતનારા પ્રથમ સ્પિનર બનવાની લાગણી."

27 વર્ષીય અક્ષર પટેલે ગત સિઝનના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયનની વિરુદ્ધ પણ તેણે સારુ પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને જીતની દાવેદાર બનાવી. જીતની દાવેદારી નોંધાવા માટે 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે આકર્ષક પરફોર્મન્સ આપ્યું હતું. આ મેચમાં પણ અક્ષર પટેલે 21 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

આઈપીએલમાં શાનદાર પરફોર્મન્સ કરનાર આ લેફ્ટ હેન્ડ સ્પિનર ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં શામેલ છે. આઈપીએલમાં તેના પરફોર્મન્સને લઈને ટીમ મેનેજમેન્ટ અક્ષરને ફાઈનલ 11 પ્લેયર્સમાં સ્થાન આપે તેની શક્યતા છે અને જો તેમ થાય તો વિશ્વ કપમાં પણ આ ખેલાડી પાસેથી ટીમને આવા જ પરફોર્મન્સની અપેક્ષા ચોક્કસથી હશે.

Next Story