ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝની તારીખોની જાહેરાત, વાંચો ક્યારે રમાશે મેચ

New Update

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બંને ટીમ વચ્ચે સીરિઝની પહેલી મેચ 18મી જુલાઇના રોજ રમવામાં આવશે. નોંધનીય છે કે આખી સીરિઝમાં ત્રણ મેચ રાખવામાં આવી છે જેમાં પહેલી મેચ 18મી જુલાઇએ, બીજી મેચ 20મીએ તથા છેલ્લી મેચ 23મી જુલાઇએ રમવામાં આવશે.BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે તારીખોનું એલાન કરતાં કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી વન ડે સીરિઝ 18મી જુલાઇએ શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે પહેલા આ મેચ 13મી જુલાઇએ શરૂ થવાની અહતી પરંતુ હવે તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે શ્રીલંકાના કોચ Grant Flower ગુરુવારે કોરોના પોઝિટિવ થઈ ગયા હતા જે બાદ ટીમના બધા જ સદસ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે તેના પર રિપોર્ટ આવશે. જોકે રાહતની વાત કહી શકાય કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બધા જ ક્રિકેટરો કોરોના નેગેટિવ છે. જોકે તેમ છતાં ભારતના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખો લંબાવવામાં આવી હતી.