Connect Gujarat
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનું શિડ્યુઅલ નક્કી, વાંચો કઈ કઈ ટીમ સાથે રમશે મેચ...

ભારત 24 ઓક્ટોબર તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે,

T-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનું શિડ્યુઅલ નક્કી, વાંચો કઈ કઈ ટીમ સાથે રમશે મેચ...
X

T-20 વર્લ્ડ કપમાં શુક્રવારે આયર્લેન્ડ અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચ બાદ નક્કી થયું હતું કે, સુપર 12માં ભારત સામે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય કઈ અન્ય 2 ટીમો ટકરાશે. ભારત 24 ઓક્ટોબર તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે, ત્યાર બાદ 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ અને પછી 3 નવેમ્બરે અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.

આ ત્રણેય મેચ બાદ વિરાટ કોહલી આગેવાનીવાળી ભારતીય ટીમ 5 નવેમ્બરે ગ્રુપ બીની વિજેતા ટીમ સામે મુકાબલો થશે. આ સિવાય 8 નવેમ્બરે ટીમોનો મુકાબલો ગ્રુપ એમાં બીજા નંબરે રહેનારી નામીબિયા ટીમ સાથે થશે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ સેમી-ફાઇનલ મેચ 10 નવેમ્બરે 2021ની સાંજે 7.30 વાગે અબુ ધાબી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી સેમી-ફાઇનલ 11 નવેમ્બર 2021 ના રોજ દુબઇમાં સાંજે 7.30 વાગેથી શરૂ થશે. ફાઇનલ મુકાબલો 14 નવેમ્બરે દુબઈમાં સાંજે 7.30 વાગે શરૂ થશે. આ વખતે સુપર-12ને 2 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છે જ્યારે ગ્રુપ-2માં ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા છે.

સુપર12 રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે. ત્યારબાદ બંને ગ્રુપની ટોપ-2 ટીમો સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરશે અને પછી વિજેતા 2 ટીમો ટાઇટલ માટે ટકરાશે. પહેલા ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે એને બહાર શિફ્ટ કરી દેવામાં આવ્યો.

Next Story