Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાએ મુંબઈ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડને હરાવી સૌથી મોટી ટેસ્ટ જીત નોંધાવી

ભારતે મુંબઈ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને 372 રને પરાજય આપ્યો હતો અને તેની સાથે શ્રેણી કબજે કરી હતી

ટીમ ઈન્ડિયાએ મુંબઈ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડને હરાવી સૌથી મોટી ટેસ્ટ જીત નોંધાવી
X

ભારતે મુંબઈ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને 372 રને પરાજય આપ્યો હતો અને તેની સાથે શ્રેણી કબજે કરી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 540 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો જેને પાર કરવામાં ન્યૂઝીલેન્ડની ટીમ નિષ્ફળ રહી અને બીજી ઈનિંગમાં માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતના સ્પિનરો સામે ન્યુઝીલેન્ડની ટીમ ખસી ન હતી અને તે ઘૂંટણિયે પડી ગયી હતી.

જયંત યાદવે રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. બીજા દાવમાં અશ્વિને ચાર અને જયંત યાદવે પણ ચાર વિકેટ ઝડપી હતી. જે મેચનો અંતિમ દિવસ સાબિત થયો હતો. ન્યુઝીલેન્ડે કાનપુર ટેસ્ટ ડ્રો કરી હતી પરંતુ તે મુંબઈમાં થઈ શકી ન હતી અને ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમનું મનોબળ ઉંચુ રહેશે અને હવે નજર આફ્રિકામાં ઈતિહાસ રચવા પર રહેશે.

ભારતે પણ મુંબઈ ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. રનના મામલામાં કોઈપણ ટેસ્ટ મેચમાં ભારતનો આ સૌથી મોટો ટેસ્ટ વિજય છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 337 રનથી હરાવ્યું હતું, પરંતુ હવે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે.

Next Story