Connect Gujarat
Featured

સુરત : GCTOC હેઠળ લાલુ ઝાલિમ ગેંગના 11 સાગરીતો વિરુદ્ધ ગુન્હો નોંધાયો, 3 શખ્સોની ધરપકડ

સુરત : GCTOC હેઠળ લાલુ ઝાલિમ ગેંગના 11 સાગરીતો વિરુદ્ધ ગુન્હો નોંધાયો, 3 શખ્સોની ધરપકડ
X

સુરતમાં આંતક મચાવી રહેલી લાલુ જાલિમ ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ પોલીસે 11 સાગરીતો સામે ગુન્હો નોંધ્યો છે. જેમાં હાલ 3 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ સામે અત્યાર સુધી 94 જેટલા ગંભીર પ્રકારના ગુન્હા નોંધાયા છે. દક્ષિણ ગુજરાતમાં ગુજ્સીટોક હેઠળ આ બીજો ગુન્હો નોંધાયો છે. આ અગાઉ આસીફ ટામેટા ગેંગ સામે પણ ગુન્હો નોંધાયો હતો.

સુરતમાં આંતક મચાવી રહેલી લાલુ જાલિમ ગેંગ પર હવે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસે આ ગેંગ સામે તાજેતરમાં અમલવારી કરેલ ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુન્હા નીયંત્રણ અધિનિયમ એક્ટ 2015 એટલે કે, ગુજ્સીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ગેંગનો મુખ્ય સુત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલિમ મહેન્દ્રસિંગ રાજપૂત છે. તેના કુલ 10 સાગરીતો સામે આ ગુન્હો નોંધાયો છે. પોલીસે હાલ આ ગેંગના 20 વર્ષીય શિવમ ઉર્ફે ફેનિલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપૂત, નીલેશ ઉર્ફે મીયો દિલીપ અવચિતે અને જગદીશ ઉર્ફે ભાઉ ચોટલીની ધરપકડ કરી છે. ઉપરાંત આ ગેંગનો એક સાગરીત શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદ છે. આ ગેંગ સામે સુરત સીટી અને સુરત જીલ્લામાં 94 જેટલા ગુન્હા નોંધાયા છે, જ્યારે બાકીના અન્ય આરોપીને પકડવા માટે પોલીસે ક્વાયત શરૂ કરી છે. વધુમાં આ ગેંગના સભ્યોએ લૂંટ, ખંડણી, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ત્રાસ, આર્મ્સ એક્ટ અને એટ્રોસીટી સહિતના અનેક ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરેલા છે.

જોકે, મુખ્ય સુત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલિમ 3 વખત જુદી જુદી જેલમાં પાસા હેઠળ તેમજ એક વખત તેના વિરુદ્ધ તડીપારના અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. અન્ય સાગરિત નીલેશ ઉર્ફે મીયો દિલીપ સામે 1-1 વખત પાસા તેમજ તડીપાર હેઠળ પગલા લેવામાં આવ્યા છે. તેમજ જગદીશ ઉર્ફે ભાવ ચોટલી, આશિષ ઉર્ફે ચીકનો નિકુંજ ચૌહાણ સામે પણ પાસા કરવામાં આવ્યા છે. આ ગેંગ સામે સૌથી વધુ ગુન્હા અમરોલી અને કતારગામ પોલીસ મથકમાં નોંધાયા છે, ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી લાલુ ઝાલીમ અને તેની ગેંગના સાગરીતોનો અમરોલી વિસ્તારમાં આતંક જોવા મળતા પોલીસે કાર્યવાહી કરી છે.

Next Story