/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-174.jpg)
સુરતના બમરોલી વિસ્તારમાં આવેલ ઓમનગરમાં લુમ્સ ના કારખાનમાં કામ કરતા કારીગરને કરંટ લાગવાથી મોત નિપજતા રોષે ભરાયેલ કારીગરોએ ભારે હોબાળો મચાવી સબ વાહીનીમાં તોડફોડ કરી હતી.
સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં રહેતા મૂળ ઓડીસાનો રહેવાસી ૪૦ વર્ષીય દયા ભાઈ ગોડ પાંડેસરા બમરોલી ખાતે આવેલ ઓમનગર ખાતે લુમ્સના કારખાનામાં કામ કરતા હતા.તેઓને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એક કારીગરના મોતની ઘટનાને લઈ અન્ય કારીગરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ ઘટનાની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસ સહિતનો ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જયાં રોષે ભરાયેલ કારીગરોએ મૃતક માટે રૂપિયા ૧૦ લાખની સહાયતાની માંગ કરી હતી અને જો માંગ પુરી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો હતો.
ઉસ્કેરાયેલા કારીગરોએ મૂર્તકની ડેડ બોડીને પીએમ માટે લઇ જવા આવેલ સબ વાહીનમાં કારીગરોએ તોડફોડ કરી રસ્તા પર ટાયર સળગાવી રસ્તા રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો.કારીગરો દ્વારા આક્રોસ વ્યક્ત કરવા સાથે મૃતદેહ સ્વિકારવાની ના પાડી પોલીસ તેમજ મિડીયાકર્મીઓ ઉપર પત્થરમારો કરતા આખરે મામલો થાળે પાડવા પોલીસે ૪ ટીયર ગેસ છોડવા સાથે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.જો કે હાલ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ગોઠવી મામલો શાંત પાડવા કવાયત હાથ ધરી છે.