Connect Gujarat
સુરત 

સુરત: 23 વર્ષનો દીકરો બ્રેનડેડ થતા, પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કર્યું

23 વર્ષનો છે. જેનાં બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો હતો

સુરત: 23 વર્ષનો દીકરો બ્રેનડેડ થતા, પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કર્યું
X

લેઉવા પટેલ સમાજનાં બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા માત્ર 23 વર્ષનો છે. જેનાં બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ડોનેટ લાઈફનાં માધ્યમથી પોતાનાં વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ પાટિદાર પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. સુરતની યુનિટી હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૩૦ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ૩૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આવ્યું છે.

Next Story