Connect Gujarat
સુરત 

સુરત : આમલી ડેમના પાણીમાં હોડી પલટી મારી જતાં 5 લોકોના મોત, 2 લોકોની શોધખોળ

સુરત જિલ્લાના માંડવી-આમલી ડેમની અડધે વચ્ચે હોડી પાણીમાં પલટી મારી જવાની ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે

સુરત : આમલી ડેમના પાણીમાં હોડી પલટી મારી જતાં 5 લોકોના મોત, 2 લોકોની શોધખોળ
X

સુરત જિલ્લાના માંડવી-આમલી ડેમની અડધે વચ્ચે હોડી પાણીમાં પલટી મારી જવાની ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે વધુ 2 લોકોની SDRF અને NDRFની મદદથી શોધખોળ ચાલી રહી છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગિરિ ગામના 10 લોકો આમલી ડેમમાં પાણીથી ઘેરાયેલા ડુંગર પર ઘાસ કાપવા માટે હોડી મારફતે ગયા હતા. જ્યાં માંડવી-આમલી ડેમની અડધે ગયા બાદ પવન વધારે ફૂંકાતાં ઊછળતા મોજાથી હોડીમાં પાણી ભરાય જતાં હોડી ડૂબી ગઈ હતી, ત્યારે હોડીમાં સવાર 6 મહિલા અને 4 પુરુષ બચવા માટે બૂમાબૂમ કરવા સાથે તરવાની શરૂઆત કરી હતી. જોકે, 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે 1 યુવક અને 2 મહિલા બચી ગયા હતા. માંડવી-આમલી ડેમ નજીક સર્જાયેલ આ ઘટનામાં પહેલા દિવસે 2 વૃદ્ધના મૃતદેહ મળ્યા હતા, જ્યારે શનિવારના રોજ અન્ય 3 લોકોના મૃતદેહ મળ્યા છે. જોકે, હજુ પણ 2 લોકો લાપતા હોવાથી પાણીમાં તેઓની શોધખોળ ચાલી રહી છે. હોડી ડૂબવાની ગોઝારી ઘટનાને પગલે આમલી અને દેવગિરિ ગામ સહિત આજુબાજુનાં ગામના લોકો ડેમ ખાતે દોડી આવ્યા હતા. છેલ્લા 4 દિવસથી ફાયર વિભાગ બાદ SDRF અને NDRFની મદદથી શોધખોળ ચાલી રહી છે.

Next Story