Connect Gujarat
સુરત 

સુરત : ભેસ્તાનમાં પેટ્રોકેમિકલ્સના યુનિટમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબુ...

ભેસ્તાન બાટલી બોય સફારી કોમ્પ્લેક્ષની બાજુમાં આગની ઘટના બની હતી. ગોજીવાળા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આગ લાગતા કામ કરી રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી હતી.

સુરત : ભેસ્તાનમાં પેટ્રોકેમિકલ્સના યુનિટમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબુ...
X

સુરત શહેરના ભેસ્તાન બાટલી બોય સફારી કોમ્પ્લેક્ષની બાજુમાં આગની ઘટના બની હતી. ગોજીવાળા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આગ લાગતા કામ કરી રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ બાટલી બોય સફારી કોમ્પલેક્સ પાસે ગોજીવાળા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સનું યુનિટ આવેલું છે. જેમાં કર્મચારીઓ વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતા, તે દરમ્યાન અચાનક શોર્ટસર્કિટ થતા રસાયણ અમે પેટ્રોકેમિકલ્સના યુનિટમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે કર્મચારીઓ પોતાનો બચાવ કરી બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલીક સ્થળે આવી શરૂઆતમાં ફાયર ઈંટયૂગીશર ચલાવી આગ બુઝાવવાની કામગીરી થઈ હતી. અલગ અલગ 3 ફાયર સ્ટેશનના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story