Connect Gujarat
સુરત 

કેન્દ્રિય કાપડમંત્રી સુરતની મુલાકાતે : રૂપાણી સરકાર વિશે આવું બોલ્યા પિયુષ ગોયલ

કેન્દ્રિય કાપડમંત્રી પિયુષ ગૌયલ આજે સુરતની મુલાકાતે છે. કેન્દ્રિય મંત્રીએ સુરતમાં ટેક્ષટાઈલ્સ ઈન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે છે તેની જાણકારી મેળવી હતી અને ઉદ્યોગકારો સાથે ચર્ચા પણ કરી હતી

X

કેન્દ્રિય કાપડમંત્રી પિયુષ ગૌયલ આજે સુરતની મુલાકાતે છે. કેન્દ્રિય મંત્રીએ સુરતમાં ટેક્ષટાઈલ્સ ઈન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે છે તેની જાણકારી મેળવી હતી અને ઉદ્યોગકારો સાથે ચર્ચા પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાનના જન્મદિવસે મેગા વેક્સિન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રિય મંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ ઉપરાંત પત્રકાર પરિષદને સંબોધતા પિયુષ ગોયલે ગુજરાતમાં સત્તા પરીવર્તન મામલે પણ નિવેદન આપ્યું હતું. પિયુસ ગોયલે કહ્યું હતું કે, ભાજપ કેડર બેઝ પાર્ટી છે જેમાં બધાને અવસર મળે છે. ભાજપ લાભ અને નુકસાનનો ફાયદા નથી જોતી. કોરોનાને કારણે દરેક ક્ષેત્રમાં અસર થઈ છે. ત્યારે ભારતના ઉદ્યોગકારો અને ઈન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે અને હવે એક્સપોર્ટ પણ વધી રહ્યું છે.

Next Story