જુનાગઢ : લીલી પરિક્રમા દરમ્યાન મોબાઈલ ચોરી કરતાં 4 શખ્સો ઝડપાયા, રૂ. 1.90 લાખના 21 મોબાઈલ જપ્ત કરાયા
જુનાગઢ પોલીસે શંકાના આધારે 4 શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. મોબાઈલની ચોરી કરતા સની, રાજુ, રમેશ અને દાદુ નામના શખ્શો પાસેથી પોલીસને રૂ. 1.90 લાખની કિંમતના 21 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા