Connect Gujarat
ટેકનોલોજી

Whatsappમાં આવી રહ્યા છે જબરદસ્ત ફીચર, વાંચો કયા ફીચર નવા ઉમેરાશે

વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરતું 'Delete message for everyone' ફીચર ઘણું સરળ થઈ ગયું છે.

Whatsappમાં આવી રહ્યા છે જબરદસ્ત ફીચર, વાંચો કયા ફીચર નવા ઉમેરાશે
X

વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરતું 'Delete message for everyone' ફીચર ઘણું સરળ થઈ ગયું છે. જો કે આ ફીચરથી મેસેજને એક કલાક પછી કે જ્યારે જૂનો હોય ત્યારે ડિલીટ કરી શકાશે નહીં. શરૂઆતમાં યૂઝર્સને મેસેજ ડિલીટ કરવા માટે માત્ર 8 મિનિટનો સમય મળ્યો હતો, જોકે બાદમાં તેમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. હવે કંપની આ ફીચર સાથે જોડાયેલા વધુ એક રાહતના સમાચાર લઈને આવી છે. વાસ્તવમાં વોટ્સએપ ચેટમાં મોકલાયેલા મેસેજને ડિલીટ કરવાની લિમિટ વધારવા જઈ રહ્યું છે. રિપોર્ટથી મળેલી જાણકારી મુજબ યૂઝર્સ હવે ચેટમાંથી બે દિવસ જૂના મેસેજ ડિલીટ કરી શકશે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, વોટ્સએપે લેટેસ્ટ બીટા 2.22.15.8ના કેટલાક યૂઝર્સ માટે મેસેજ ડિલીટ કરવાની સીમા વધારીને 2 દિવસ અને 12 કલાક કરી દીધી છે. હાલમાં આ લિમિટ માત્ર 1 કલાક 8 મિનિટ 16 સેકન્ડની છે, જે બાદ મેસેજ Delete for everyone કરી શકાતો નથી.

આ ઉપરાંત વોટ્સએપ વધુ એક ડિલીટ મેસેજ ફીચર લાવી રહ્યું છે, જેનાથી ગ્રુપના એડમિન અન્ય સભ્યો માટે ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિ માટે ચેટ ડિલીટ કરી શકશે. આ સિવાય વોટ્સએપે પણ હાલમાં જ સમાચાર આપ્યા છે કે તેણે નવા આઈટી નિયમો 2021 હેઠળ મે મહિનામાં ભારતમાં 19 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Next Story