Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ ચાર્જર, એસેસરિઝ વેચતો શખ્સ ઝડપાયો

વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ ચાર્જર, એસેસરિઝ વેચતો શખ્સ ઝડપાયો
X

પોલીસે દુકાનમાંથી ડુપ્લિકેટ એસેસરીઝનો રૂપિયા 24.39 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

વડોદરા પોલીસે મોબાઈલની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ, ચાર્જર અને લેપટોપ વેચાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દુકાનમાં તપાસ કરતાં ડુપ્લિકેટ મોબાઈલ, ચાર્જર અને લેપટોપ, એસેસરીઝ મળી આવ્યા હતા. જે કબ્જે કરી કુલ રૂપિયા 24.39 લાખના મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે દુકાનના માલીકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલ દર્શનમ એરાઈઝ કોમ્પલેક્ષમાં મોબાઈલની દુકાન આવેલી છે. દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામ પર ડુપ્લિકેટ મોબાઈલ, ચાર્જર, લેપટોપ, એસેસરીઝ વગેરે વસ્તુ મળે છે. પોલીસે દુકાન પર ધસી જઈ દુકાનમાં રહેલ માલસામાનની તપાસણી કરતા તે ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. પોલીસે દુકાનમાં રહેલ ડુપ્લિકેટ મોબાઈલ, ચાર્જર, એસેસરીઝ સહિત 24.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દુકાન માલીકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story