Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ વાઘોડિયાનાં રસુલાબાદ ગામના મહિલા સરપંચના પતિએ કરી આત્મહત્યા

વડોદરાઃ વાઘોડિયાનાં રસુલાબાદ ગામના મહિલા સરપંચના પતિએ કરી આત્મહત્યા
X

સભ્યોએ પત્ની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવતા આબરૂ જવાના ડરથી પતિએ આપઘાત કર્યાની લોકોમાં ચર્ચા

વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના મહિલા સરપંચના પતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં મોત નીપજ્યું હતું. સરપંચ પત્ની સામે પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતાં પતિએ આપઘાત કરી લીધો હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના પરમાર ફળિયામાં રહેતા અને ગામના સરપંચ કોકિલાબહેનના પતિ બળવંત નગીનભાઇ રહિતે પોતાના ખેતરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા ગામમાં ચકચાર મચી ગઇ છે. સરપંચ કોકિલાબહેન સામે પંચાયતનાં સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. જે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ જશે અને પત્નીને સરપંચ પદેથી રાજીનામું આપવું પડશે. જેના કારણે આબરૂ જશે. તેવા ડરથી પતિ બળવંતભાઇ રોહિતે પોતાના ખેતરમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઝેરી દવા ગટગટાવી લીધા બાદ બળવંતભાઇ બેભાન થઇ ગયા હતા. તુરંત જ તેઓને વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેઓની તબિયતમાં કોઇ સુધારો ન થતાં તેઓને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Next Story