Connect Gujarat

હરીપ્રસાદ સ્વામીના નશ્વર દેહના આજે થશે અંતિમ સંસ્કાર: 5 પંડિતો કરાવશે શાસ્ત્રોક્ત વિધિ

હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે.

હરીપ્રસાદ સ્વામીના નશ્વર દેહના આજે થશે અંતિમ સંસ્કાર: 5 પંડિતો કરાવશે શાસ્ત્રોક્ત વિધિ
X

હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે. ત્યારે હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના આજે કોઈને અંતિમ દર્શન નહિ કરવા દેવાય. આજે સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિ શરૂ કરી દેવાઈ છે. અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેવાથી મંદિર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ અક્ષરપુરુસોત્તમ સ્વામિનારાયણ મંદિર સામેના લીમડા વન ખાતે થશે. હરીપ્રસાદ સ્વામીની ઈચ્છા મુજબ લીમડા વન ખાતે અંતિમ વિધિનું સ્થાન નક્કી કરાયું છે. અંતિમ વિધિ બાદ એજ જગ્યાએ હરિપ્રસાદ સ્વામી સ્મૃતિ મંદિર બનશે. અંતિમવિધિ માટેની તૈયારીઓ સવારથી જ મંદિર ખાતે શરૂ કરી દેવાઈ છે. સ્વામીજીના નશ્વર દેહને 7 નદીના જળથી સ્નાન કરાવાશે. અંતિમવિધિમાં 8 વૃક્ષના લાકડાનો વપરાશ કરાશે. 7 નદીનાં તીર્થજળ અને ગુલાબ-કેસરના જળથી અભિષેક બાદ નશ્વર દેહની પાલખી યાત્રા કઢાશે. અંત્યેષ્ટીની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે.

આજે કોઈ ભક્તને અંતિમ દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. ભક્તો ઘરમાં રહીને જ ઓનલાઇન દર્શન કરી શકશે. કોરોના મહામારીના કારણે આજે ભક્તોને મંદિરમાં પ્રવેશ નહિ મળે.

Next Story
Share it