Connect Gujarat
દુનિયા

યુકે અને અમેરિકામાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,29,471 નવા કેસ નોંધાયા...

UKમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે.

યુકે અને અમેરિકામાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,29,471 નવા કેસ નોંધાયા...
X

UKમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લી વખત 24 ડિસેમ્બર કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. આ દિવસે કોરોના 122,186 કેસ મળ્યા હતા, જ્યારે મંગળવારે કોરોનાથી 143 લોકોના મોત થયા છે. UKમાં ઓમિક્રોનના સંક્રમણને કારણે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાનો દર 53%થી વધુ છે.

વિશ્વમાં ખાસ કરીને લંડનમાં ઓમિક્રોન સૌથી વધુ અસરગ્રસ્ત છે. સોમવારે જ PM બોરિસ જોનસને કોરોનાને લઈને નવા પ્રતિબંધો ન લગાવવાની વાત કરી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, કોરાનાની ગઈ લહેરના સમયની જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 1 લાખ 29 હજાર 471 કેસ સામે આવ્યા છે, જ્યારે ફ્રાન્સમાં 1 લાખ કરતાં વધુ કેસ સામે આવ્યા બાદ કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં વિશ્વભરમાં કોરોનાના કેસોમાં 11%નો વધારો થયો છે. આમાં ઓમિક્રોનનો કેસ પણ સામેલ છે. બુધવારે WHOએ ઘણા દેશોમાં ઝડપથી વધી રહેલા સંક્રમણનું કારણ ઓમિક્રોન છે. આને કારણે ઓમિક્રોનથી સંક્રમણનું જોખમ સતત રહે છે. હવે UK અને US જેવા દેશોમાં ઓમિક્રોન હવે મુખ્ય વેરિયન્ટ બની ગયો છે.

Next Story