આણંદ: કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી

New Update
આણંદ: કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી

વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતા દેશ તરીકે ભારત અગ્રતા ક્રમે છે તેમાં આણંદમાં અમૂલ તેની સાથે જોડાયેલા રાજ્યના દૂર સંઘો દ્વારા દરરોજ રેકોર્ડબ્રેક માત્રામાં દૂધનું એકત્રીકરણ કરાય છે દૂધને પોષક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અનેક પ્રકારના પ્રોટીન આપતું દૂધ સ્વાસ્થ્ય માટે લાભકારક છે પરંતુ વર્તમાન સમયમાં દૂધને પચાવવાની ક્ષમતા લોકોમાં ઘટી રહ્યા નું તબીબી કારણ જોવા મળે છે જે કે દૂધ ન પચવાની પાછળનું કારણ તેમાં રહેલા લેકટોઝ બેક્ટેરિયા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ ના વૈજ્ઞાનિકો દ્વારા સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કર્યું છે ઉલ્લેખનીય છે કે ભારતીય કંપનીઓને લેકટોઝ ફ્રી દૂધના ઉત્પાદન માટેની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે ખાસ કરીને દેશના મોટા ભાગના ડેરી ઉત્પાદકો ડેનમાર્ક જેવા દેશોમાં કુત્રિમ રીતે વિકસિત એન્ઝાઇમ્સ આયાત કરીને લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરે છે.

લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરવા માટે ડેરીઓને એન્ઝાઇમ્સને કેમિકલ સાથે મિશ્રણ કરવા માટે પણ વિદેશથી આયાત કરેલ ટેકનોલોજી પર આધારિત રહેવું પડતું હતું. લેકટોઝ ફ્રી દૂધ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા યુનિવર્સિટીની લેબોરેટરીમાં સંશોધન હાથ ધર્યું હતું જેમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે.જેથી હવે ડેરીઓએ સ્વદેશી ટેકનોલોજીથી લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરી શકાશે.

Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.