કોટેશ્વર હાંસોટ ખાતે યોજાયોતાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ !

New Update
કોટેશ્વર હાંસોટ ખાતે યોજાયોતાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ !

શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાયેલ વન મોહત્સવમાં સહકાર મંત્રી દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા સાથે વૃક્ષની કરી પૂજા

Advertisment

અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ કોટેશ્વર હાંસોટ ખાતે યોજાવામાં આઅવ્યો હતો.

શ્રાવણ માસના પ્રથમ દિવસેજ યોજવામાં આવેલ વનમોહત્સવ કાર્યક્રમ નિમિત્તે કોટેશ્વર મહાદેવ ની વિશેષ પૂજા કરી હતી. ત્યારબાદ યોજવા માં આવેલ કાર્યક્રમમાં સ્થાનિક તાલુકા પંચાયતના હોદ્દેદારો સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે હાંસોટ તાલુકા દરિયાઈ કિનારે ખારપટ ની અત્યંત વિકટ સમસ્યા હતી જ્યા મેગ્યુશ જેવા વૃક્ષ અને છોડના વાવેતર બાદ ખારાશ અંકુશમાં આવી છે.

અંકલેશ્વર સામાજિક વનીકરણના ઉપક્રમે યોજવામાં આવેલ કાર્યક્રમમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે પર્યાવરણની સમતુલા માટે વૃક્ષો અત્યંત જરૂરી છે જ્યા વૃક્ષો નથી ત્યાં દુકાળ જેવી સ્થિતિ છે ત્યારે સરકાર દ્વારા રાજ્યમાં કરવામાં આવેલ વૃક્ષારોપણ થકી પર્યાવરણ સમતુલા જળવાઈ રહી છે.

શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાયેલ વન મોહત્સવમાં સહકાર મંત્રી દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા સાથે વૃક્ષની પૂજા કરીને ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. તો રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ દિવસ તેમજ વન મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવાના કારણે આજે વૃક્ષો ની સંખ્યા રાજ્યમાં વધી છે. જેને લઇ રાજ્યમાં જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં આજે વરસાદ વધ્યો છે. જે પર્યાવરણ વૃક્ષારોપણ થકી ધીરેધીરે આવી રહેલી સમતુલાનું પરિણામ છે. પર્યાવરણ ની સમતુલા માટે વૃક્ષો અત્યંત જરૂરી છે જ્યા વૃક્ષો નથી ત્યાં દુકાળ જેવી સ્થિતિ છે ત્યારે સરકાર દ્વારા રાજ્યમાં કરવામાં આવેલ વૃક્ષારોપણ થકી પર્યાવરણ સમતુલા જળવાઈ રહી છે. તે માટે રાજ્યસરકાર સત્તત કટિબદ્ધ બની પ્રયત્ન કરી રહી છે.

હાંસોટ કોટેશ્વર તીર્થ ખાતે યોજવામાં આવેલ અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના 69માં અંકલેશ્વર હાંસોટ તાલુકાકક્ષાના વન મોહત્સવ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, મદદનીશ નાયબ વન સરક્ષણ અધિકારી ભાવનાબેન દેસાઈ, આર.એફ.ઓ જે.પી.ગાંધી, વનપાલ એમ.એમ.ગોહિલ, પી.એન.પટેલ સી.આઈ.એસ.એફ કમાન્ડર પાલસિંહ દિનકર, હાંસોટ મામલતદાર જે.એસ.રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ હાંસોટ જશુબેન પટેલ,અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, સહીત હાંસોટ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.

Latest Stories