/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/schin.jpg)
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેંડુલકર જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલતી નજરે પડે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરના પાર્કિંગમાં ઓટોમેટિક કારની મજા લીધી હતી. તેઓએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલે છે.
Thrilling experience to witness my car park itself in my garage. It felt like Mr. India (@AnilKapoor) had taken control! 😋
— Sachin Tendulkar (@sachin_rt) August 2, 2019
I'm sure the rest of the weekend will be as exciting with my friends. pic.twitter.com/pzZ6oRmIAt
આ વિડિઓ જોઈને લાગે છે કે કોઈ અદૃશ્ય ડ્રાઈવર તેની કાર ચલાવે છે. સચિન આ કારમાં તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો નથી, પણ તેની બાજુમાં બેઠો છે. કાર જાતે જ ચાલે છે અને સ્ટોપ પણ થઈ જાય છે તથા બ્રેક પણ જાતે જ મારે છે. સચિન કહે છે કે, એવું લાગે છે કે ‘મિસ્ટર ઈન્ડિયા’ (અનિલ કપૂર) આ કારને પોતાના નિયંત્રણમાં લીધી છે.