/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-384.jpg)
આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ફસલ વીમા યોજના સામે આગળ આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી રહયા છે કે ફસલ વીમા યોજનામાં અનેક ત્રુટિઓ છે તેને સુધારવા આવે અને ખાનગી વીમા કંપનીને બદલે સરકાર ખેડૂતો માટે આયોગ તૈયાર કરી વીમા યોજના બહાર પાડવામાં આવે.તદ્ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પશુઓ માટેની એક ખાસ યોજના વિચારવામાં આવે અને પશુ વીમા યોજના બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે દેશના પીએમ પત્ર લખી રજૂઆત કરાઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી.જેમાં દેશના તમામ ખેડૂતોઓ પાકના વીમાનું પ્રીમિયમ ફરજીયાત ભરવું પડે છે.જેને લઇ અનેક ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે સામે ખાનગી વીમા કંપની દ્વારા હજારો કારોડનાં ખેડૂતોન પ્રીમિયમની સામે 40 ટાકા જેટલું વળતર આપતી નથી જેનો સીધો લાભ ખાનગી વીમા કંપની ઉઠાવી જાય છે.જેથી ખેડૂતોની માંગ ઉઠી છે કે વીમા યોજનામાં પ્રીમિયમને મરાજીયાત કરવામાં આવે.ખેડૂતોની માંગને ધ્યાને રાખી આ અંગે ગત રોજ રાજ્યના નાયબ મુખ્યએ પણ દિલ્હી જીઈ પ્રીમિયમને મરજીયાત કરવાની રજૂઆત કરી હતી.
ત્યારે આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ફસલ વીમા યોજના સામે આગળ આવ્યા છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી રહયા છે કે ફસલ વીમા યોજનામાં અનેક ત્રુટિઓ છે તેને સુધારવા આવે અને ખાનગી વીમા કંપનીને બદલે સરકાર ખેડૂતો માટે આયોગ તૈયાર કરી વીમા યોજના બહાર પાડવામાં આવે.તદ્ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પશુઓ માટેની એક ખાસ યોજના વિચારવામાં આવે અને પશુ વીમા યોજના બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે દેશના પીએમ પત્ર લખી રજૂઆત કરાઈ રહી છે સાથે પોતાની રજૂઆત માટે પીએમની મુલાકાત માટે સમય પણ માંગ્યો છે અને પીએમને મળવાની ઈચ્છા દર્શાવી છે.