Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બિલ્ડર દંપતી નશાની હાલતમાં ઝડપાયું, 31stની ઉજવણી કરી આવી રહ્યા હતા

અમદાવાદ: બિલ્ડર દંપતી નશાની હાલતમાં ઝડપાયું, 31stની ઉજવણી કરી આવી રહ્યા હતાવર્ષ 2021 ગયું અને લોકો થર્ટી ફસ્ટની પાર્ટી કરવા માટે ગુજરતા બહાર દોડ મૂકી હતી.

અમદાવાદ: બિલ્ડર દંપતી નશાની હાલતમાં ઝડપાયું, 31stની ઉજવણી કરી આવી રહ્યા હતા
X

અમદાવાદ: બિલ્ડર દંપતી નશાની હાલતમાં ઝડપાયું, 31stની ઉજવણી કરી આવી રહ્યા હતાવર્ષ 2021 ગયું અને લોકો થર્ટી ફસ્ટની પાર્ટી કરવા માટે ગુજરતા બહાર દોડ મૂકી હતી. જોકે, પડોશી રાજ્યો માં દારૂની પાર્ટી કરીને ગુજરાતમાં પ્રવેસ કરતા અને પીધેલાઓ પોલીસને હાથે ઝડપાયા હતા. ત્યારે અમદાવાદમાં બિલ્ડર દંપતી શામળાજી ચેકપોસ્ટ પર વોલ્વો કારમાં નશાની હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બંનેને ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતના બે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં બિલ્ડર પ્રિયેશ રમણભાઈ પટેલ અને તેમની પત્ની કોમલ શામળાજી નજીક પોતાની વોલ્વો કાર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમની કારને અટકાવી હતી. જ્યાં પોલીસે બંનેએ દારૂ પીધો હાવનું જણાવતા તેમની વધુ પુછપરછ કરી હતી.પોલીસે તેમની તપાસ કરતા તે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પોલીસે બિલ્ડર પ્રિયેશ પટેલ અને તેમની પત્ની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિત બે ફરિયાદ દાખલ કરીને અટકાયતી પગલાં લીધા હતા તો બીજીબાજુ અરવલ્લી માંથી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા બે સરકારી બાબુ પણ ઝડપાયા હતા. પોલીસ દારૂની મહેફિલ માણતા માલપુર અને બાયડના નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ ઉપરાંત મહેફિલમાં અન્ય બે વ્યક્તિઓ પણ હાજર હતા. પોલીસે ઓરડીમાં રહેલા તમામની પૂછપરછ કરતા આરોપીઓ તોતડાતી જીભે નામ બોલી રહ્યા હતા.

Next Story